Posts

Showing posts from August, 2024

Valsad : તા.27/08/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.

Image
  Valsad : તા.27/08/2024 ને  મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.27/08/2024 ને  મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.27/08/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. #RainfallinGujarat   pic.twitter.com/k40b8mzGfr — Collector Valsad (@collectorvalsad)  August 26, 2024 #RainFallinGujarat Posted by  INFO Valsad GOV  on  Monday, August 26, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                                     વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આ...

Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી

Image
  Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૨ ઓગસ્ટ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને સેન્ટર ફોર યુથ (C4Y) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટિ-રેગિંગ વિષય પર UGC અને MHRD, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
  Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ

Image
વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ---- માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ       ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે સ્થિત મા રિસોર્ટમાં જિલ્લા કો-ઓર્ડીનેટર પૂનમબેન બોડાવાળા અને જોઈન્ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.         યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આશિષભાઈ ગોહિલ, સમાજસેવક તેમજ રમત ગમતના પ્રમોટર અને રણભૂમિના પ્રતિનિધિ તથા ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, દક્ષિણ ગુજરાત મહિલા પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તનુજાબેન આર્ય, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના માજી અધ્યક્ષ ધવલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અનિતાબેન પટેલ, ...

વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો...

Image
વિવિધ સુરક્ષા દળોના જવાનોએ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમને સહર્ષ વધાવ્યો...  💐💐proud of Indian army❤️, 🫡salute them🫡 જવાનોની રક્ષા, દેશની સુરક્ષા... વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, August 19, 2024 Heartfelt thanks from our brave soldiers to the ICDS sisters who sent them Rakhis! Your thoughtfulness has made their day. #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 रक्षकों के लिए रक्षासूत्र... गुजरात की आंगनवाड़ी की बहनों द्वारा राखी के रूप में सुरक्षा और समृद्धि का आशीर्वाद भेजने पर सुरक्षा दलों के जवानों ने आभार व्यक्त किया... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 આંગણવાડીની બહેનોએ રક્ષાકવચ સ્વરૂપે મોકલેલ રાખડી બદલ આનંદની લાગણી વ્યક્ત કરતા સુરક્ષા દળના જવાનો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, A...

વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Image
વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.  પાંડે પરિવાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી તેમના માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિ:શુલ્ક દવાનું દાન કરવામાં આવે છે. અત્યાર સુધી રૂ. ૬૫ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે.          કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે એમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓ નિ:શુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું. પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજસેવા કરી રહ્યો છે. સેવાકીય પ્રવૃતિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી.           કલ...

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

Image
 વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ  મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ વિવિધ આસન, ધ્યાન અને પ્રાણાયામ કરી તિરંગાને સલામી આપી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ  સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “આઝાદી કે રંગ યોગ કે સંગ” થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક  જિલ્લાઓમાં યોગ શિબિર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિરના ડોમમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરનો લાભ લીધો હતો.     વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ તથા ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રી શિવજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યોગ શિબિરનો શુભારંભ કકાવ્યો હતો. શિવજી મહારાજ દ્વારા યોગ પરિવારને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી યોગનો પ્રચાર અને વિસ્તાર થયો, યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વને પણ યોગ ...

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગમત તથા ...

વલસાડના પારડીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાભેર ઉજવણી

Image
વલસાડના પારડીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાભેર ઉજવણી  આઝાદીના ૧૦૦માં વર્ષે ૨૦૪૭ સુધીમાં ગુજરાત ૩.૫ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશેઃ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા  ----  સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જિલ્લામાં સી-ફૂડ પાર્ક બનશે એવી જાહેરાત કરતા મંત્રીશ્રી  ----  વર્ષ ૨૦૨૪દરમિયાન રાજ્યના ૧૦ લાખ ઘરોને સોલાર રૂફટોપ અંતર્ગત કવર કરવાનું લક્ષ્ય હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું ----  દેશપ્રેમમાં તરબોળ કરી દેતી ૬ સાંસ્કૃતિક કૃતિ પારડી તાલુકાની છ સ્કૂલોએ રજૂ કરતા દેશભક્તિનો માહોલ છવાયો  ----  રમતવીરો, સમાજસેવી અને સરકારના વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર કુલ ૬૯ પ્રતિભાઓનું સન્માન કરાયું  ----  મંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેને અર્પણ કરાયો  ----  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ ઓગસ્ટ  ‘‘વર્ષ ૨૦૪૭માં ભારત પોતાની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે અને ત...

Valsad: વલસાડના નવનિયુકત જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેએ પદભાર સંભાળ્યો

Image
Valsad: વલસાડના નવનિયુકત જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેએ પદભાર સંભાળ્યો માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ઓગસ્ટ  વલસાડના નવનિયુક્ત કલેક્ટરશ્રી એન. એન. દવેએ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ, તેઓશ્રીએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ – ૨૦૧૨ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS)માં નિમણૂંક થયા બાદ તેઓ અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અસરકારક કામગીરી કરી હતી. શ્રી દવે ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ મહેસાણા જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓશ્રી આ ઉપરાંત વિવિધ મંત્રીશ્રીઓના તથા વિધાનસભાના અધ્યક્ષશ્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વલસાડ જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. વલસાડ જિલ્લાનો પદભાર સંભાળ્યા બાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવાન બનાવવા તેમજ કાર્યવ્યવસ્થાના સુચારૂ અમલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બોક્ષ મેટર  જિલ્લા માહિતી કચેરીની ટીમે કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકા...

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી

Image
 વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી  મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકયો -----  ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા વૃક્ષારોપણ અને સોલાર ઊર્જાનો ઉપયોગ અત્યંત જરૂરીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ  ----  હરિયાળીથી લહેરાતો વલસાડ જિલ્લો ૩૩ ટકા વન વિસ્તાર ધરાવે છેઃ મુખ્ય વન સંરક્ષકશ્રી મનીશ્વર રાજા ----  કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા ઉમરગામના ધારાસભ્યશ્રી પાટકરે અપીલ કરી  ----  મંત્રીશ્રીના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું  ----  માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ      વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આવેલી દક્ષિણા વિદ્યાલય ખાતે  આજરોજ કરવામાં આવી હતી.       આ ઉજવણી પ્રસંગે રાજ્ય...

Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”

Image
                ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ  Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”  ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ  યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી સ્થાનિકો/પ્રવાસીઓમાં લોકચેતના જગાવી ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા... Posted by  Info Dang GoG  on  Sunday, August 11, 2024

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

Image
 ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસાર...

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રી...

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

Image
 સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ...

Valsad|Umargam|Bhilad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો

Image
 Valsad|Umargam|Bhilad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૫ ઓગસ્ટ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ તથા વલસાડ જિલ્લા પોલીસના સાયબર સેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે આચાર્યશ્રી ડો. દિપક ધોબીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડમાં તા. ૦૫/૦૮/૨૦૨૪ ના રોજ “સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા અવેરનેસ” વિષય પર પ્રાધ્યાપક ડો. આનંદ પટેલ દ્વારા સેમિનાર યોજાયો હતો.  સાયબર એક્સપર્ટ તરીકે સાહિલ રંગ્રેજ તથા વલસાડના સાયબર સેલ ડિપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલ નિલેશ જોશી અને પોલીસ કોન્સ્ટેબલ કમલ પટેલે સાયબર ક્રાઈમ અને તેમાં રાખવાની સાવચેતી બાબતે મહત્વની જાણકારી આપી હતી. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ, ટીચીંગ સ્ટાફ અને નોન-ટીચીંગ સ્ટાફ તથા ભિલાડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

Vansda: વાંસદા તાલુકાના કાંટસવેલ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવ ઊંડુ કર્યા બાદ સારો એવો વરસાદ પડતાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે નીરના વધામણાં કર્યા.

Image
Vansda: વાંસદા તાલુકાના કાંટસવેલ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવ ઊંડુ કર્યા બાદ સારો એવો વરસાદ પડતાં  માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે નીરના વધામણાં કર્યા. વાંસદા વિધાનસભાના કાંટસવેલ ગામ ખાતે સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવ ઊંડુ કર્યા બાદ સારો એવો વરસાદ પડતાં તળાવ પૂરું ભરાયું ત્યારે, આજરોજ આ પ્રસંગે સમગ્ર ગામની જીવાદોરી સમાન આ તળાવ ખાતે વરુણ દેવના મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે વધામણા કરી સહુને હાર્દિક અભિનંદન પાઠવ્યા તથા વરસાદી પાણીના સંચય વિશે સમજણ આપી જળસમૃદ્ધિ લાવવા માટે આહ્વાન કર્યું. ત્યારબાદ, વૃક્ષારોપણ કરીને સમસ્ત ગ્રામજનોને પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો.

સાફલ્ય ગાથા : ધો. ૧૦ ભણેલી ધરમપુરની આદિવાસી મહિલાએ દૂધના બિઝનેસથી આર્થિક પ્રગતિ સાધી

Image
સાફલ્ય ગાથા : ધો. ૧૦ ભણેલી ધરમપુરની આદિવાસી મહિલાએ દૂધના બિઝનેસથી આર્થિક પ્રગતિ સાધી  આગામી તા. ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લઈ આર્થિક પ્રગતિના દ્વાર ખોલનારા આદિવાસી બાંધવોની સંઘર્ષથી સફળતા સુધીની અલગ અલગ પ્રેરણાદાયી કહાની વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા સતત તા. ૯ ઓગસ્ટ સુધી પ્રસારિત કરવામાં આવશે. જેના પ્રથમ ભાગમાં આજે ધરમપુરની આદિવાસી યુવતીએ દુધાળા પશુ આદિમ જૂથ યોજનાનો લાભ લઈ કેવી રીતે આર્થિક ઉન્ન્તિ સાધી પોતે આત્મનિર્ભર બની તેની કહાની જાણીશુ. સાફલ્ય ગાથા મંથન ફિલ્મથી પ્રેરાઈને અનેક મહિલાઓએ દૂધના વ્યવસાયમાં ઝંપલાવ્યું, ધો. ૧૦ ભણેલી ધરમપુરની આદિવાસી મહિલાએ દૂધના બિઝનેસથી આર્થિક પ્રગતિ સાધી  રાજ્ય સરકારની દુધાળા પશુ આદિમ જૂથ યોજના હેઠળ રૂ. ૬૭,૫૦૦ની સહાય મળતા ગાય ખરીદી શરૂ કર્યો પુરૂષાર્થ  મહિને રૂ. ૧૫ હજારથી ૧૬ હજાર સુધીની આવક મેળવી કિંજલ ડગળાએ એક્ટિવા મોપેડ પણ પોતાના પૈસે ખરીદી  યોજનાનો લાભ થકી પ્રગતિના દ્વાર ખૂલતા પશુપાલક મહિલાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો આલેખનઃ જિજ્ઞેશ સોલંકી  માહિતી બ્યુરોઃ વલસાડ, ...