Valsad|Umargam|Bhilad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો
Valsad|Umargam|Bhilad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૫ ઓગસ્ટ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ તથા વલસાડ જિલ્લા પોલીસના સાયબર સેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે આચાર્યશ્રી ડો. દિપક ધોબીની અધ્યક્ષતામાં સરકારી વિજ્ઞાન કોલેજ ભીલાડમાં તા. ૦૫/૦૮/૨૦૨૪ ના રોજ “સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા અવેરનેસ” વિષય પર પ્રાધ્યાપક ડો. આનંદ પટેલ દ્વારા સેમિનાર યોજાયો હતો.
સાયબર એક્સપર્ટ તરીકે સાહિલ રંગ્રેજ તથા વલસાડના સાયબર સેલ ડિપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલ નિલેશ જોશી અને પોલીસ કોન્સ્ટેબલ કમલ પટેલે સાયબર ક્રાઈમ અને તેમાં રાખવાની સાવચેતી બાબતે મહત્વની જાણકારી આપી હતી. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ, ટીચીંગ સ્ટાફ અને નોન-ટીચીંગ સ્ટાફ તથા ભિલાડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
Comments
Post a Comment