વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
પાંડે પરિવાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી તેમના માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિ:શુલ્ક દવાનું દાન કરવામાં આવે છે. અત્યાર સુધી રૂ. ૬૫ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે.
કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે એમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓ નિ:શુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું. પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજસેવા કરી રહ્યો છે. સેવાકીય પ્રવૃતિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી.
કલેક્ટરશ્રી એન. એન. દવેએ કહ્યું હતું કે, સરકાર દરિદ્રનારાયણની સેવા માટે તત્પર છે. તેના અનેક કાર્યો કરી રહી છે. માનવ સેવા એજ પ્રભુ સેવાને પાંડે પરિવારે ચરિતાર્થ કર્યો છે.
અન્ય વક્તાઓએ સ્વ. કૈલાસનાથ પાંડે હયાત નથી છતાં આજે પણ લોકો તેમને યાદ કરે છે એમ જણાવ્યું હતું. તેમના પરિવારની સેવાકીય પ્રવૃતિ સમાજ માટે ઉદાહરણીય બનશે એમ જણાવી સ્વ. અમરનાથ પાંડે દ્વારા કરાયેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા. મ્યુનસિપલ હોસ્પિટલના ડૉ. રોહનભાઈએ પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. પરિવાર દ્વારા દવાની સહાય આવકારદાયક અને પ્રેરણાદાયક છે એમ જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વ. કૈલાસનાથ પાંડેના પુત્ર દિવ્યેશ પાંડે અને એમના પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલ, માજી પાલિકા પ્રમુખ સોનલ સોલંકી, આગેવાનો, તમામ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment