Valsad: વલસાડના નવનિયુકત જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેએ પદભાર સંભાળ્યો
Valsad: વલસાડના નવનિયુકત જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેએ પદભાર સંભાળ્યો
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ઓગસ્ટ
વલસાડના નવનિયુક્ત કલેક્ટરશ્રી એન. એન. દવેએ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ, તેઓશ્રીએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ – ૨૦૧૨ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS)માં નિમણૂંક થયા બાદ તેઓ અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અસરકારક કામગીરી કરી હતી. શ્રી દવે ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ મહેસાણા જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓશ્રી આ ઉપરાંત વિવિધ મંત્રીશ્રીઓના તથા વિધાનસભાના અધ્યક્ષશ્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વલસાડ જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. વલસાડ જિલ્લાનો પદભાર સંભાળ્યા બાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવાન બનાવવા તેમજ કાર્યવ્યવસ્થાના સુચારૂ અમલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
બોક્ષ મેટર
જિલ્લા માહિતી કચેરીની ટીમે કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી
વલસાડ જિલ્લાના નવા સમાહર્તાશ્રી નૈમેષ દવેએ વિધિવત રીતે જિલ્લાનો ચાર્જ સંભાળતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવનાબેન વસાવાએ જિલ્લા માહિતીની ટીમ સાથે કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લઈ જિલ્લા માહિતી કચેરીના સ્ટાફનો પરિચય કરાવ્યો હતો.
Comments
Post a Comment