Posts

વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો...

Image
વિવિધ સુરક્ષા દળોના જવાનોએ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમને સહર્ષ વધાવ્યો...  💐💐proud of Indian army❤️, 🫡salute them🫡 જવાનોની રક્ષા, દેશની સુરક્ષા... વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, August 19, 2024 Heartfelt thanks from our brave soldiers to the ICDS sisters who sent them Rakhis! Your thoughtfulness has made their day. #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 रक्षकों के लिए रक्षासूत्र... गुजरात की आंगनवाड़ी की बहनों द्वारा राखी के रूप में सुरक्षा और समृद्धि का आशीर्वाद भेजने पर सुरक्षा दलों के जवानों ने आभार व्यक्त किया... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 આંગણવાડીની બહેનોએ રક્ષાકવચ સ્વરૂપે મોકલેલ રાખડી બદલ આનંદની લાગણી વ્યક્ત કરતા સુરક્ષા દળના જવાનો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, August 19, 2024 આંગણવાડીની બહેનોએ રક્ષાકવચ સ્વરૂપે મોકલ

વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Image
વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.  પાંડે પરિવાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી તેમના માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિ:શુલ્ક દવાનું દાન કરવામાં આવે છે. અત્યાર સુધી રૂ. ૬૫ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે.          કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે એમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓ નિ:શુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું. પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજસેવા કરી રહ્યો છે. સેવાકીય પ્રવૃતિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી.           કલેક્ટરશ્રી એન. એન. દવેએ કહ્યું હતું કે, સરકાર દરિદ્રનારાયણની

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

Image
 વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ  મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ વિવિધ આસન, ધ્યાન અને પ્રાણાયામ કરી તિરંગાને સલામી આપી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ  સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “આઝાદી કે રંગ યોગ કે સંગ” થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક  જિલ્લાઓમાં યોગ શિબિર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિરના ડોમમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરનો લાભ લીધો હતો.     વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ તથા ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રી શિવજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યોગ શિબિરનો શુભારંભ કકાવ્યો હતો. શિવજી મહારાજ દ્વારા યોગ પરિવારને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી યોગનો પ્રચાર અને વિસ્તાર થયો, યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વને પણ યોગ દ્વારા મનાવવાની નવી પહેલને આવકારી

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગમત તથા SPC, SCOUT & GUIDE, ART &

વલસાડના પારડીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાભેર ઉજવણી

Image
વલસાડના પારડીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાભેર ઉજવણી  આઝાદીના ૧૦૦માં વર્ષે ૨૦૪૭ સુધીમાં ગુજરાત ૩.૫ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશેઃ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા  ----  સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જિલ્લામાં સી-ફૂડ પાર્ક બનશે એવી જાહેરાત કરતા મંત્રીશ્રી  ----  વર્ષ ૨૦૨૪દરમિયાન રાજ્યના ૧૦ લાખ ઘરોને સોલાર રૂફટોપ અંતર્ગત કવર કરવાનું લક્ષ્ય હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું ----  દેશપ્રેમમાં તરબોળ કરી દેતી ૬ સાંસ્કૃતિક કૃતિ પારડી તાલુકાની છ સ્કૂલોએ રજૂ કરતા દેશભક્તિનો માહોલ છવાયો  ----  રમતવીરો, સમાજસેવી અને સરકારના વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર કુલ ૬૯ પ્રતિભાઓનું સન્માન કરાયું  ----  મંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેને અર્પણ કરાયો  ----  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ ઓગસ્ટ  ‘‘વર્ષ ૨૦૪૭માં ભારત પોતાની આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા કરશે અને તેથી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિકસિત ભારત @૨૦૪૭’’નુ

Valsad: વલસાડના નવનિયુકત જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેએ પદભાર સંભાળ્યો

Image
Valsad: વલસાડના નવનિયુકત જિલ્લા કલેક્ટરશ્રી એન. એન. દવેએ પદભાર સંભાળ્યો માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ઓગસ્ટ  વલસાડના નવનિયુક્ત કલેક્ટરશ્રી એન. એન. દવેએ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ, તેઓશ્રીએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ – ૨૦૧૨ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS)માં નિમણૂંક થયા બાદ તેઓ અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અસરકારક કામગીરી કરી હતી. શ્રી દવે ગુજરાત વહિવટી સેવામાં જોડાઇને લીંબડી, વડોદરા અને ગાંધીનગર ખાતે તેમજ મહેસાણા જિલ્લામાં અધિક કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓશ્રી આ ઉપરાંત વિવિધ મંત્રીશ્રીઓના તથા વિધાનસભાના અધ્યક્ષશ્રીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વલસાડ જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. વલસાડ જિલ્લાનો પદભાર સંભાળ્યા બાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગવાન બનાવવા તેમજ કાર્યવ્યવસ્થાના સુચારૂ અમલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બોક્ષ મેટર  જિલ્લા માહિતી કચેરીની ટીમે કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી  વ

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી

Image
 વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી  મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકયો -----  ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા વૃક્ષારોપણ અને સોલાર ઊર્જાનો ઉપયોગ અત્યંત જરૂરીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ  ----  હરિયાળીથી લહેરાતો વલસાડ જિલ્લો ૩૩ ટકા વન વિસ્તાર ધરાવે છેઃ મુખ્ય વન સંરક્ષકશ્રી મનીશ્વર રાજા ----  કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા ઉમરગામના ધારાસભ્યશ્રી પાટકરે અપીલ કરી  ----  મંત્રીશ્રીના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું  ----  માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ      વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આવેલી દક્ષિણા વિદ્યાલય ખાતે  આજરોજ કરવામાં આવી હતી.       આ ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નર