Posts

Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો

Image
 Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો  જાપાનનો શૈક્ષણિક પ્રવાસ કરી ઉમરગામના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાનો વિદ્યાર્થી પરત ફર્યો  આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા જાપાનની સૌથી જૂની યુનિવર્સિટીના રિસર્ચ રૂમ એડવાન્સ ટેકનોલોજી નિહાળી વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રોજેક્ટ- સકુરા એક્સચેન્જ પ્રોગામ અંતર્ગત ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થી જૈનિલ યોગેશભાઈ માંગેલાના ‘‘બિચ ક્લિનર’’ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જે સંદર્ભે તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે.    જાપાનના શૈક્ષણિક પ્રવાસમાં જુદા જુદા રાજ્યમાંથી ૨૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૮ દિ

Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ.

Image
   Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કૉલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ધોબી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના કો-ઓર્ડિનેટર ડૉ. ફાલ્ગુની શેઠ અને SQACના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય આધારિત "મશરૂમ ખેતી" તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબના જુનિયર માર્ગદર્શક ગાયત્રી બિષ્ટે વિષય નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને થિયરી તેમજ પ્રેક્ટિકલ દ્વારા તાલીમબદ્ધ કર્યાં હતાં. મશરૂમ ખેતી એ એક એવી તકનીક છે જે ઉદ્યોગસાહસિકતા તરફ દોરી જાય છે અને તે "Earn while learn" શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હોવાનું કોલેજના આચાર્ય ડો.દિપક ધોબીએ જણાવ્યું હતું. 

Valsad:વલસાડ જિલ્લામાં કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થવા ‘આપદા મિત્રો’ની રિફ્રેશર તાલીમ યોજાઈ

Image
        Valsad:વલસાડ જિલ્લામાં કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થવા ‘આપદા મિત્રો’ની રિફ્રેશર તાલીમ યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ જુલાઈ             ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા સંભવિત કુદરતી આપત્તિના સમયે ઉપયોગી થઈ શકે તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા તથા તાલુકાના હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના કુલ ૩૫૬ જવાનો (આપદા મિત્રો) માટે તા. ૨૭ અને ૨૮ જુલાઈના રોજ સવારે ૯-૩૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મોગરાવાડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમમાં પુરના સમયે પાણીમાંથી બચાવ, સર્ચ ઓપરેશન,  પ્રાથમિક સારવાર, આગ સલામતી, આગના સમયે રાખવાની સાવધાની, આગના પ્રકાર, આગ લાગવાના કારણો, આગ સામે લડવાની પધ્ધતિ, ફાયર સેફ્ટીના સાધનોની વિસ્તૃત સમજ, ફાયર ફાઇટિંગનું ડેમોન્સ્ટ્રેશન, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા ઈઆરકે અને ઈઈઆરઆર કિટનું ડેમોન્સ્ટ્રેશન, હેલ્થ અને રેડક્રોસ સોસાયટીના વિશેષજ્ઞ દ્વારા સીપીઆર તાલીમ અને રિસોર્સ વિશેષજ્ઞ દ્વારા પ્રાથમિક સારવારમાં જરૂરી પ્રાથમિક જાણકારીઓ અને પ્ર

વલસાડ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી દેવી

વલસાડ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી દેવી   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ વલસાડ જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા સને- ૨૦૨૪-૨૫ની “અ” વિભાગ ૭ થી ૧૦ વર્ષ સુધી “બ” વિભાગ ૧૧ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો માટે અ, બ વિભાગ માટે વકતૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાધ સંગીત, એક-પાત્રીય અભિનય તથા “ખુલ્લો વિભાગ” ૭ થી ૧૩ વર્ષ માટે દોહા, છંદ, ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્ય કૃતિઓની સ્પર્ધા અને બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો નાટ્ય અને નૃત્યનાટિકા એમ બે કૃતિઓની સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ નિયત નમૂનામાં પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ, ૧૦૬, જૂની બી. એસ. એન. એલ. કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ,વલસાડને તા.૦૮/૦૮/૨૦૨૪ સમય સાંજે ૫:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. વલસાડ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી દેવી માહિતી બ્યુર

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૮ ઓગસ્ટ સુધી “નારી વંદન” સપ્તાહની ઉજવણી થશે

વલસાડ જિલ્લામાં તા. ૧ થી ૮ ઓગસ્ટ સુધી “નારી વંદન” સપ્તાહની ઉજવણી થશે   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ  વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી તા. ૮ ઓગસ્ટ સુધી નારી સપ્તાહની ઉજવણી થશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થઈ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ દરમિયાન “નારી વંદન” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.  વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો સાથે નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. તા. ૧ ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. ૨ ઓગસ્ટના રોજ બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, તા. ૩ ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા.૫ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. ૫ ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા. ૭ ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તા. ૮ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી થશે.  “ન

મેઘ મલ્હાર પર્વ 2024: પ્રકૃતિ અને સંસ્કૃતિના મિલનનો પર્વ...

  મેઘ મલ્હાર પર્વ 2024: પ્રકૃતિ અને સંસ્કૃતિના મિલનનો પર્વ... 🗓️ ૨૯ જુલાઈથી ૨૯ ઑગસ્ટ 📍સાપુતારા, ડાંગ CMO Gujarat Mulubhai Bera #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #saputara #saputarahills #meghmalhar #dang #gujarat

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી

  શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી #DrKuberDindor #GujaratEducation #ShalaPraveshotsav #Education #SchoolEducation  #Gujarat #GujaratModel