Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ.

   Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ.

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કૉલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ધોબી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના કો-ઓર્ડિનેટર ડૉ. ફાલ્ગુની શેઠ અને SQACના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય આધારિત "મશરૂમ ખેતી" તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબના જુનિયર માર્ગદર્શક ગાયત્રી બિષ્ટે વિષય નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને થિયરી તેમજ પ્રેક્ટિકલ દ્વારા તાલીમબદ્ધ કર્યાં હતાં. મશરૂમ ખેતી એ એક એવી તકનીક છે જે ઉદ્યોગસાહસિકતા તરફ દોરી જાય છે અને તે "Earn while learn" શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હોવાનું કોલેજના આચાર્ય ડો.દિપક ધોબીએ જણાવ્યું હતું. 


Comments

Popular posts from this blog

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે

Valsad: વલસાડ જિલ્લામાં ૨૩ જૂન રવિવાર પોલીયો દિવસ” અંતર્ગત સ્ટીયરીંગ કમિટીની મીટીંગ તથા વર્કશોપ યોજાયો