Posts

Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી

Image
  Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૨ ઓગસ્ટ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને સેન્ટર ફોર યુથ (C4Y) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટિ-રેગિંગ વિષય પર UGC અને MHRD, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
  Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ

Image
વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ---- માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ       ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે સ્થિત મા રિસોર્ટમાં જિલ્લા કો-ઓર્ડીનેટર પૂનમબેન બોડાવાળા અને જોઈન્ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે.         યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આશિષભાઈ ગોહિલ, સમાજસેવક તેમજ રમત ગમતના પ્રમોટર અને રણભૂમિના પ્રતિનિધિ તથા ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, દક્ષિણ ગુજરાત મહિલા પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તનુજાબેન આર્ય, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના માજી અધ્યક્ષ ધવલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અનિતાબેન પટેલ, ...

વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો...

Image
વિવિધ સુરક્ષા દળોના જવાનોએ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમને સહર્ષ વધાવ્યો...  💐💐proud of Indian army❤️, 🫡salute them🫡 જવાનોની રક્ષા, દેશની સુરક્ષા... વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, August 19, 2024 Heartfelt thanks from our brave soldiers to the ICDS sisters who sent them Rakhis! Your thoughtfulness has made their day. #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 रक्षकों के लिए रक्षासूत्र... गुजरात की आंगनवाड़ी की बहनों द्वारा राखी के रूप में सुरक्षा और समृद्धि का आशीर्वाद भेजने पर सुरक्षा दलों के जवानों ने आभार व्यक्त किया... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 આંગણવાડીની બહેનોએ રક્ષાકવચ સ્વરૂપે મોકલેલ રાખડી બદલ આનંદની લાગણી વ્યક્ત કરતા સુરક્ષા દળના જવાનો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, A...

વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Image
વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વ. કૈલાસનાથ પાંડેના પરિવાર દ્વારા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂ.૧૫ લાખની જીવનરક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.  પાંડે પરિવાર દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી તેમના માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિ:શુલ્ક દવાનું દાન કરવામાં આવે છે. અત્યાર સુધી રૂ. ૬૫ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે.          કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલને શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે એમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓ નિ:શુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું. પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજસેવા કરી રહ્યો છે. સેવાકીય પ્રવૃતિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મંત્રીશ્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી.           કલ...

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

Image
 વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ  મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ વિવિધ આસન, ધ્યાન અને પ્રાણાયામ કરી તિરંગાને સલામી આપી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ  સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “આઝાદી કે રંગ યોગ કે સંગ” થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક  જિલ્લાઓમાં યોગ શિબિર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિરના ડોમમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરનો લાભ લીધો હતો.     વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ તથા ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રી શિવજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યોગ શિબિરનો શુભારંભ કકાવ્યો હતો. શિવજી મહારાજ દ્વારા યોગ પરિવારને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી યોગનો પ્રચાર અને વિસ્તાર થયો, યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વને પણ યોગ ...

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગમત તથા ...