Valsad:યુનિક બિઝનેસ આઈડિયા ધરાવતા યુવાનો માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજે એમઓયુ કર્યા

  Valsad:યુનિક બિઝનેસ આઈડિયા ધરાવતા યુવાનો માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજે એમઓયુ કર્યા 

અમદાવાદ ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી સાથે એમઓયુ કરાતા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા રૂ. ૨.૫૦ લાખ સુધી ફંડ મળશે 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ 

 વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત ગવર્મેન્ટ સાયન્સ કોલેજ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન 2.0 પોલિસી અંતર્ગત જોઈન્ટ કમિશ્નરશ્રીની હાજરીમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. દિપકભાઈ ધોબી, વનસ્પતિશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. ફાલ્ગુનીબેન શેઠ તેમજ ગણિતશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક હરદિપભાઈ ખાચર KCG, અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા. આ પોલીસી અંતર્ગત યુનિક બિઝનેસ આઈડિયા ધરાવતા યુવાનો તેમના સ્ટાર્ટઅપ ને શરૂ કરવા રૂ. ૨.૫૦ લાખ સુધી ફંડ મેળવી શકે છે. આ પોલીસી હેઠળ કોલેજમાં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ જુના વિદ્યાર્થીઓ ઉપરાંત ૩૫ વર્ષ કરતાં ઓછી ઉંમરના ડ્રોપ આઉટ થયેલા યુવાનો પણ  અરજી કરી ફંડિંગ મેળવી શકે છે.

Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

valsad District latest news : 02-07-2024