સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ...
વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વૃક્ષોના નિકંદનથી થતી ભયાવહ અસરો ‘‘હું વલસાડ છું’’ ભવ્ય નાટિકા દ્વારા રજૂ કરાતા સૌ દંગ રહી ગયા સૌ એ દીપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા, વૃક્ષના ઉછેર માટે યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ ચાલુ વર્ષે ઉનાળામાં પડેલી અસહ્ય ગરમી સામે વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવે એવા શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ‘‘ગ્રીન વલસાડ’’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૪૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે, સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘‘હું વલસાડ છુ’’ ભવ્ય નાટિકા નવરંગ ગૃપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે નાટિકાએ ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષના મહત્વ અંગે વિચારતા કરી દીધા હતા. ...
‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા” ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી સ્થાનિકો/પ્રવાસીઓમાં લોકચેતના જગાવી ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા... Posted by Info Dang GoG on Sunday, August 11, 2024
Comments
Post a Comment