Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ :

Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ :

(ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા: ૩૦:  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કલા પ્રદર્શિત કરી કાર્યક્રમને અલંકૃત કર્યો હતો.  

સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પૈકી પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

પ્રવાસન વિશેષ: જિલ્લો નવસારી

વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ