Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે

 Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે

‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’નો નારો ગુંજી ઉઠશે 

જન સંખ્યા સ્થિરતા લાવવા કુટુંબ નિયોજનની કાયમી- બિનકાયમી પધ્ધ્તિ અપનાવાઈ તે માટે પ્રયત્નો કરાશે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૧ જૂન 

વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વસ્તી સ્થિરતા માટે જરૂરી જાગૃતિ ફેલાવવા વિવિધ આરોગ્ય વિષયક પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લામાં વસવાટ કરતાં તમામ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર થીમ સાથે વસ્તી દિવસ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે. ‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’ના નારા સાથે આ ઉજવણીને ઘર ઘર સુધી ગુંજતી કરવામાં આવશે. 

  આ ઉજવણી ચાર તબક્કામાં ઉજવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તા. ૧ થી ૨૦ જૂન સુધી પ્રચાર પ્રસાર તાલીમ આયોજન કરાયું હતું. બીજા તબક્કામાં તા. ૨૭ જૂનથી ૧૦ જુલાઈ સુધી લોક સમુદાય સંપર્ક પખવાડીયું, ત્રીજા તબક્કામાં તા. ૧૧ થી ૨૪ જુલાઈ સેવાઓ પુરી પાડવી અને ચોથા તબક્કામાં સારી કામગીરી કરવા બદલ સન્માન અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને તારીખ ૧૧ જુલાઈ થી ૨૪ જુલાઈ સુધી જન સંખ્યા સ્થિરતા લાવવા કુટુંબ નિયોજનની કાયમી પધ્ધતિઓ સ્ત્રી નસબંધી, પુરૂષ નસબંધી અને બિનકાયમી પધ્ધ્તિઓ કોપર ટી, નિરોધ, ગર્ભ નિરોધક ગોળીઓ, દર ૩ માસે એક વખત અન્તરા ઇંજેક્શન અપનાવવામાં આવે તે માટેના પ્રયત્નો હાથ ધરાશે. તા. ૧૧/૦૭/૨૦૨૪ ના રોજ જિલ્લાના તમામ સા.આ.કેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો તથા શહેરી પ્રા.આ.કેન્દ્રો ખાતે કુટુંબ નિયોજનને લગતી અલગ અલગ પ્રવૃતિઓ જેવી કે કાયમી પધ્ધ્તિઓ અને બિનકાયમી પધ્ધ્તિઓના કેમ્પોનું આયોજન કરી લોકોને લાભો આપવામાં આવશે. સગર્ભાવસ્થાનો શ્રેષ્ઠ સમય કયો અને સગર્ભાવસ્થાના અંતરના ફાયદાઓ વિશે આરોગ્ય કર્મચારી ઘરે ઘરે જઈને દંપતિઓને સમજ આપી જાગૃત કરશે. કાયમી અને બિન કાયમી પધતિઓનો સ્વીકાર કરનાર જે તે લાભાર્થીઓને પુરુસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે એવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે ---- ‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ...

Posted by INFO Valsad GOV on Friday, June 21, 2024

Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.