Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય

  Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય


20મી મે એટલે ‘વિશ્વ મધ દિવસ'. આપણા દેશમાં એક ઔષધ તરીકે વિશેષ મહત્વ ધરાવતા મધનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. મધનું ઉત્પાદન કરતી મધમાખીઓનું વિશ્વ અનોખું અને વિશેષતાઓથી ભરેલું છે. માનવજાત પ્રકૃતિ અને બાગાયતી ખેડૂત પેદાશ માટે મધમાખીઓ ખૂબ જ ઉપયોગી છે.

વલસાડ જિલ્લામાં મધમાખી ઉછેરવામાં અને મધનું ઉત્પાદન મેળવવાના વ્યવસાયમાં ફણસવાડા ગામના ખેડૂત સ્વર્ગીય બાબુભાઈ ખુશાલભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે. 

તેઓ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અને મધમાખી ઉછેરના વ્યવસાયમાં તેમણે અનોખી સિદ્ધિ તો મેળવી હતી.અને સરકાર તરફથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. 

હવે મધમાખી ઉછેર કેન્દ્રમાં બાબુભાઈનો વારસો દિકરા મનમોહન પટેલ સંભાળી રહ્યા છે. મધમાખી ઉછેરના તેમના કાર્યમાં તેમણે સરદાર એવોર્ડ પણ સરકારે એનાયત કર્યો છે. આજે વિશ્વ મધ દિવસ નિમિત્તે તેમણે એક  વાતચીતમા તેમણે જણાવ્યું હતું કે મધમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને છે.

 એક મધમાખી 24.5 કિલોમીટર ની ઝડપથી ઉડે છે અને ૨૯. ૫૭૩૫ એમએલ મધમા તે દુનિયાની પ્રદક્ષિણા કરી શકે છે. વધુ મા તેમણે જણાવ્યું હતું કે સેમિનાર કરવા મુંબઈ તેમજ સમગ્ર ગુજરાતથી ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અહીં મધમાખીનું જ્ઞાન લેવા આવે છે. એપીસ મેલી ફોરા જે ઇટાલિયન બી મધમાખી તરીકે પણ ઓળખાય છે. 

આ મધમાખીને છ પગ હોય છે અને બે જોડ પાક હોય છે અને તેમનો મુખ્ય મધમાખી જેને રાણી કહેવાય તેની જિંદગી બે થી ત્રણ વર્ષની હોય છે આ માખી 25થી 30 કિલોગ્રામ મત આપે છે જ્યારે ભારતીય ફક્ત પાંચ થી છ કિલો મધ આપે છે.

ફણસાવાડમાં મધના ઉત્પાદનના વ્યવસાયમાં મનમોહન પટેલના પિતા સ્વ. બાબુભાઈનો સિંહફાળો, મનમોહન પટેલ પાસે મધમાખી અંગે ઉડુ જ્ઞાન ધરાવે છે.

Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે