Vapi news : વાપીની જય કમિકલ્સમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો:
જય કેમિકલ્સ (જય ફાઇનકેમ પ્રાઈવેટ લિમિટેડ) જીઆઈડીસી વાપી ખાતે, લોકસભા ચુટણી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું. મતદાનની ટકાવારી વધે અને મહીલાઓ પણ લોકશાહીના અવસરમા સહભાગી બની મતઆધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના મહત્વ વિષે સમજણ આપવામાં આવી હતી. સાથે સાથે મતદાનના દિવસે મતદાન પ્રક્રિયાને વેગવંતી બનાવવાની પહેલ રૂપે પ્રથમ ૨૫ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવશે. મહિલાઓએ મહેંદી એને રંગોળી બનાવીને મતદાનની જાગૃતિ માટે પહેલ કરશે. રાષ્ટ્રના વિકાસ માટે મારો મત, મારી તાકાત છે મારો મત, મારી શક્તિ છેઃ અને હું અવશ્ય મતદાન કરીશ ના સંકલ્પ જય કેમિકેલ્સ પરિવાર દ્વારા લેવામાં આવ્યા હતા.
Comments
Post a Comment