Valsad news: વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.
Valsad news: વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.
લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 સંદર્ભે 26-વલસાડ બેઠક પર આગામી 7 મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળો મતદાતાઓને વધુ મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતો, સસ્થાઓ, શાળાઓ અને ઇન્ડસ્ટ્રીઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વિગતવાર અહેવાલ માટે હિન્દુસ્થાન સમાચારની લિંક પર ક્લિક કરો.👇
Credit : હિન્દુસ્થાન સમાચાર
Comments
Post a Comment