વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વૃક્ષોના નિકંદનથી થતી ભયાવહ અસરો ‘‘હું વલસાડ છું’’ ભવ્ય નાટિકા દ્વારા રજૂ કરાતા સૌ દંગ રહી ગયા સૌ એ દીપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા, વૃક્ષના ઉછેર માટે યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ ચાલુ વર્ષે ઉનાળામાં પડેલી અસહ્ય ગરમી સામે વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવે એવા શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ‘‘ગ્રીન વલસાડ’’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૪૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે, સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘‘હું વલસાડ છુ’’ ભવ્ય નાટિકા નવરંગ ગૃપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે નાટિકાએ ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષના મહત્વ અંગે વિચારતા કરી દીધા હતા. ...
Comments
Post a Comment