આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટ...
Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના ...
Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે ‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’નો નારો ગુંજી ઉઠશે જન સંખ્યા સ્થિરતા લાવવા કુટુંબ નિયોજનની કાયમી- બિનકાયમી પધ્ધ્તિ અપનાવાઈ તે માટે પ્રયત્નો કરાશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૧ જૂન વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વસ્તી સ્થિરતા માટે જરૂરી જાગૃતિ ફેલાવવા વિવિધ આરોગ્ય વિષયક પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લામાં વસવાટ કરતાં તમામ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર થીમ સાથે વસ્તી દિવસ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે. ‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’ના નારા સાથે આ ઉજવણીને ઘર ઘર સુધી ગુંજતી કરવામાં આવશે. આ ઉજવણી ચાર તબક્કામાં ઉજવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તા. ૧ થી ૨૦ જૂન સુધી પ્રચાર પ્રસાર તાલીમ આયોજન કરાયું હતું. બીજા તબક્કામાં તા. ૨૭ જૂનથી ૧૦ જુલાઈ સુધી લોક સમુદાય સંપર્ક પખવાડીયું, ત્રીજા તબક્કામાં તા. ૧૧ થી ૨૪ જુલાઈ સેવાઓ પુરી પાડવી અને ચોથા તબક્કામાં સારી કામગીરી કરવા બદલ સન્માન અને પ્ર...
Comments
Post a Comment