Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.
Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...