Posts

Showing posts from September, 2024

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો

Image
 વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, -- જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું   ---- આજનો દિવસ માત્ર તારીખ નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, ઉજ્જવળ ભારતના ઘડતરનો પાયાનો દિવસઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ  ---- વિવિધ પરીક્ષાના ૧૫ તેજસ્વી વિદ્યાર્થી અને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૭ શાળાનું પણ સન્માન કરાયું વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું... Posted by  INFO Valsad GOV  on  Thursday, September 5, 2024   વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કપરાડાના પેંણધા ગામના અંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલનું સન્માન.. વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કપરાડાના પેંણધા ગામના અંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલનું સન્માન.. #HappyTeachersDayGuj #CmAtTeachersDay Posted by  INFO Valsad GOV  on Thursday, September 5, 2024   વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
  Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.