Navsari : નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ. - નવસારી,તા.૨૮: ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ અને નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીને અનુલક્ષીને સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને પ્રિમોન્સુન કામગીરી બાબતે, જિલ્લામાં પુરની પરિસ્થિતીને ટાળવા લેવાયેલ જરૂરી એક્શન બાબતે, આગામી વરસાદી સિઝનમાં આરોગ્ય વિભાગ, પાણી પૂરવઠા, નગરપાલિકા, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વિવિધ વિભાગે કરેલ આગોતરી તૈયારીઓ અંગે અવગત કર્યા હતા. વધુમાં વિવિધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ સંલગ્ન બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી આર.વૈશાલી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦ #TeamNavsari #navsari #meeting Gujarat Information CMO Gujarat @collectornavsari PMO India *નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા...
Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્...
Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના ...
Dhrampur (Valsad) :ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન ગુજરાત સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા ક્ક્ષાનો શનિ – રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે રાસ, ગરબા, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, માણભટ્ટ, કઠ્ઠપુતળી, શેરી નાટક, લોકડાયરો ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબીત કરતા નાટકો, સામાજિક સંદેશ આપતા નાટકો વગેરે વધુને વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ધરમપુરના બામટી ગામમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય કાનુરબર્ડા પ્રાથમિક શાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાનુરબર્ડા પ્રાથમિક શાળા દ્વારા સ્વાગત ગીત, આદર્શ નિવાસી શાળા દ્વારા આદિવાસી લોકનૃત્ય, ઈ.એમ.આર.એસ.કપરાડા દ્વારા ગરબા અને ઓમકાર કલાવૃંદ દ્વારા લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ૩૫૦ જેટલી જનસંખ્યાએ ઉપસ્થિત રહી આ...
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ નિહાળ્યું ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ...