Posts

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Image
Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

Image
 ઐતિહાસિક ડુંગર  : પારનેરા, વલસાડ, ગુજરાત  પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે. - પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે. -વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે. - અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે. -પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે. -કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે. -ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો. -પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. - તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે. -અતુલ લિમિટેડ પારનેરા ટે...

Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

Image
Valsad news: રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના કુલ ૧૬૮૧ લાભાર્થીઓને કુલ રૂ. ૩,૭૮,૭૯,૦૭૩ની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું   બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું  ગરીબ કલ્યાણ મેળામાં સરકારની યોજનાનો સીધો લાભ લાભાર્થીને મળે અને લાભાર્થી સાથે સંપર્ક પણ થાય છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વર્ષ ૨૦૦૯ થી અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનો ૧ કરોડ ૬૬ લાખ લોકોએ લાભ લીધો હોવાનું જણાવતા મંત્રીશ્રી  વલસાડ જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણના દર્શન થયા હોવાનું મંત્રીશ્રીએ હર્ષભેર જણાવ્યું 

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો

Image
 વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, -- જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું   ---- આજનો દિવસ માત્ર તારીખ નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, ઉજ્જવળ ભારતના ઘડતરનો પાયાનો દિવસઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ  ---- વિવિધ પરીક્ષાના ૧૫ તેજસ્વી વિદ્યાર્થી અને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૭ શાળાનું પણ સન્માન કરાયું વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું... Posted by  INFO Valsad GOV  on  Thursday, September 5, 2024   વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કપરાડાના પેંણધા ગામના અંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલનું સન્માન.. વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કપરાડાના પેંણધા ગામના અંઘોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલનું સન્માન.. #HappyTeachersDayGuj #CmAtTeachersDay Posted by  INFO Valsad GOV  on Thursday, September 5, 2024   વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિ...

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
  Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

Valsad : તા.27/08/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.

Image
  Valsad : તા.27/08/2024 ને  મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.27/08/2024 ને  મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.27/08/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. #RainfallinGujarat   pic.twitter.com/k40b8mzGfr — Collector Valsad (@collectorvalsad)  August 26, 2024 #RainFallinGujarat Posted by  INFO Valsad GOV  on  Monday, August 26, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                                     વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આ...